Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

અતુલ કંપનીમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી શરૂ

અતુલ કંપનીમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ અતુલ લિમિટેડ દ્વારા ૫૫ મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની માસિક ઉજવણીનો ઉત્સાહભેર આરંભ થયો હતો. સુરક્ષા પર્વને સ્ત્રી સશક્તિકરણ સાથે સાંકળી કાર્યક્રમની શરૂઆત મહિલા કોન્ટ્રાક્ટર દ્વારા ધ્વજારોહણ કરીને કરવામાં આવી. હાજર સૌઍ સુરક્ષા પ્રતિજ્ઞા લઇ પોતાની કટિબધ્ધતા દર્શાવી હતી. આ અવસરે કંપનીના પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા વિભાગ દ્વારા ‘મારી સુરક્ષા મારા હાથમાં- હું પણ સેફટી ઑફિસર’ ની ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા દિવસની આ વરસની થીમને અનુસરી કંપની દ્વારા સમગ્ર માસ દરમ્યાન અનેકવિધ પ્રવ્રુત્તિઓનુ આયોજન થયુ છે. જેમાં સ્લોગન, પોસ્ટર, ઓન લાઇન ક્વીઝ જેવી હરીફાઇઓ યોજાશે, નવતર પ્રયોગરુપે વિસ્તારના અન્ય ઉધોગો સાથે સલામતીને અનુલક્ષી આચારવિચારના આદાન-દાનનો ‘સંવાદ’ કાર્યર્ક્મ આયોજિત કરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીગણ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા અને સૌઍ મળીને સુરક્ષા સંસ્કૃતિ મજબૂત કરવા માટે સતત પ્રયાસ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.