Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડ જિલ્લા ચારણ ગઢવી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી

વલસાડ જિલ્લા ચારણ ગઢવી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૬ ઃ વલસાડના જુજુવા ખાતે શ્રી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળની ઍક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વાનુ મતે નવા હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી છે આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વાપીના મૂરજીભાઈ આશારિયાભાઈ ગઢવી અને ઉપપ્રમુખ તરીકે  સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જોગદાન ભાઈ ગઢવી ની નિયુક્ત કરવામાં આવી છે જેને ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓઍ નવનિયુક્ત ટીમને તેમજ સમાજની પ્રગતિ માટે અને સમાજના બાળકોને શૈક્ષણિક તથા આરોગ્ય ક્ષેત્રે કાર્યક્રમો કરી આગળ વધાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બેઠકના અંતે સોનબાઈ મા અને મોગલમાના જયધોષ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.