Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડના કવયિત્રી ભાવનાબહેન મિસ્ત્રી ‘અભય’ દ્વારા લિખિત હિન્દનો હીરલો- નરેન્દ્ર મોદી પુસ્તકનું વિમોચન થયું

વલસાડના કવયિત્રી ભાવનાબહેન મિસ્ત્રી ‘અભય’ દ્વારા લિખિત હિન્દનો હીરલો- નરેન્દ્ર મોદી પુસ્તકનું વિમોચન થયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ઃ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલ હિન્દનો હીરલો - નરેન્દ્ર મોદી નામના સહિયારા પુસ્તકનું વડોદરામાં કવિઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ સહિયારા પુસ્તકમાં ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યના અને વિદેશમાં વસતાં ૨૬ ગુજરાતી કવિઓઍ કવિતા લખી છે. વલસાડના કવયિત્રી ભાવનાબહેન મિસ્ત્રી અભય દ્વારા લિખિતને સંપાદિત આ પુસ્તક શોપિઝન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ભાવનાબેન મિસ્ત્રીઍ મોદીના વ્યક્તિત્વ અને કાર્યોને ઉદ્દેશીને ઁહીરાબાનો હીરલો નામનું પુસ્તક લખ્યું હતું. મુંબઈના લેખિકા માયાબહેન દેસાઈ, વડોદરાના લેખિકા  જયશ્રીબહેન પટેલે આ પુસ્તક તૈયાર કરવામાં સહકાર આપ્યો હતો. લોકસભાના દંડક તથા વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત તેમજ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટે આ પુસ્તક માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં.