Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડીની વૈષ્ણવ હવેલીમાં ડોલ ઉત્સવ ઉજવાયો

પારડીની વૈષ્ણવ હવેલીમાં ડોલ ઉત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૦૩ ઃ પારડી સ્થિત વૈષ્ણવ હવેલીમાં ડોલ ઉત્સવ ઉજવાયો હતો. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માટે લાલાને લાડ લડાવવા ના વર્ષ દરમ્યાન ધણા ઉત્સવો આવે છે. પરંતુ ફાગણ હોળી દરમ્યાન કૃષ્ણ ને દાસ ભાવ માં નહીં પણ સખા (મિત્ર) ભાવ સાથે સેવા થાય છે. આ ૪૦ દિવસો દરમ્યાન લાલજી સાથે મિત્રતા ભાવે વૈષ્ણવો હોળી રમે છે. કિતૅન માં પણ મિત્ર ભાવ જોવા મળે છે. પારડી બાલકૃષ્ણ લાલજી હવેલી માં પણ દરેક ઉત્સવ સાથે ડોલ ઉત્સવ (હોળી, ધૂળેટી ) દરમ્યાન વૈષ્ણવો રંગેચંગે ઍકબીજા સાથે અને હવેલી સ્થિત બાલકૃષ્ણ લાલજી અને નવનિત િ-યાજી સ્વરૂપે બીરાજમાન લાલા સાથે હોળી રમી કિતૅન અને રસીયા ગાઈ ડોલ ઉત્સવ ઉજવે છે. આ વર્ષે પણ આજરોજ મોટી સંખ્યામાં વૈષ્ણવો અને નગરજનો ઍ ડોલ ઉત્સવની ઉજવણી કરી હતી.