Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડીની વલ્લભ આશ્રમ સ્કુલના બાળકો માટે સ્ટેકિંગનું આયોજન કરાયું

પારડીની વલ્લભ આશ્રમ સ્કુલના બાળકો માટે સ્ટેકિંગનું આયોજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ પારડી નગરપાલિકા દ્વારા આયોજિત હેપ્પી સ્ટ્રીટ ઇવેન્ટ પાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનમાં યોજવામાં આવી હતી. જેમાં સ્પેશિયલ સાયકલ ટ્રેક પર વલ્લભ આશ્રમ સ્કૂલના ૮ થી ૧૦ બાળકો માટે સ્કેટિંગ પ્રવૃત્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાજનભાઈ ભટ્ટનો મહત્વનો ફાળો રહ્ના હતો. જેમના માર્ગદર્શન હેઠળ બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું હતું. સ્કેટિંગ વ્હીલ્સ પર સવાર ભૂલકાઓની સ્ફૂર્તિ જોઈ ઉપસ્થિત નગરજનો મંત્રમુગ્ધ થયા હતાં. પારડી નગરપાલીકા કાર્યક્રમમાં કારોબારી ચેરમેન ચેતનભાઈ ભંડારી, આરોગ્ય ચેરમેન કિરણભાઈ પટેલ, ધ્રુવિન પટેલ અને શ્રેયસ પારેખે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર અને મુકાદમ પંકજકુમાર ગરણીયાની ટીમ વ્યવસ્થા પુરી પાડવા સાથે રહી હતી.