Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાંસદા કન્યાશાળામાં વિજ્ઞાનની દિવસ ઉજવાયો

વાંસદા કન્યાશાળામાં વિજ્ઞાનની દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા.૦૨ વાંસદા કન્યા શાળા વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કન્યા શાળા વિજ્ઞાન દિન ની ઉજવણીમાં ધોરણ ૫થી ૮ના ૯૫ વિદ્યાર્થીની ભાગ લીધો હતો. કન્યા શાળામાં ધોરણ મુજબ પ્રકાશનું બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા  પ્રતિબિંબ ચુંબકના વિવિધ પ્રયોગો, વિધુતના વિવિધ પ્રયોગો, બાષ્પોત્સ ર્જન  વગેરે ૫૦ જેટલા પ્રયોગો કર્યા હતા. કન્યા શાળા આચાર્ય ભરતભાઈ ઍ વિજ્ઞાન દિવસની ઉજવણીનો હેતુ સમજાવી વિદ્યાર્થીની ઓ શિક્ષકોની સંયુક્ત મહેનતને બિરદાવી હતી. કન્યા શાળા આચાર્ય ભરતભાઈ, જિજ્ઞાસાબેન અને હેમલતાબેનના માર્ગદર્શન હેઠળ તથા સ્ટાફ મિત્રોના સહકારથી શાળા વાતાવરણ વિજ્ઞાનમય બન્યું. અંતે દરેક વિદ્યાર્થીઓ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.