Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની આર.કે.દેસાઈ ઍજયુ.માં વ્યાખ્યાન અને કાર્યશિબિર યોજાઈ

વાપીની આર.કે.દેસાઈ ઍજયુ.માં વ્યાખ્યાન અને કાર્યશિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૨ ઃ આર.કે દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશન, વાપીમાં તારીખ ૨૭ ફેબ્રુઆરીના દિવસે ૅનાટક અને કળૉ અંતર્ગત ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર પુરસ્કૃત નાટ્યકાર શ્રી સતિષભાઈ દેસાઈનું વ્યાખ્યાન યોજાયું.સંસ્થાના પ્રિન્સિપાલ ડો. પ્રીતિબેન ચૌહાણ દ્વારા સતિષભાઈ દેસાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું અને ડો.રાહુલભાઈ ટંડેલ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું. પ્રા. પિયુષભાઈ પટેલ દ્વારા  સતિષભાઈ દેસાઈના પરિચયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સતિષભાઈ દેસાઈઍ પોતાની આગવી શૈલીમાં કોલેજના તાલીમાર્થીઓ સમક્ષ નાટ્યકળાના તમામ પાસાઓની તલસ્પર્શી અને રસપ્રદ રજૂઆત કરી. કોલેજના તાલીમાર્થીઓઍ પોતાના શેરી નાટકના દ્રશ્યો સતિષભાઈ દેસાઈ સમક્ષ રજૂ કર્યા જેમાં સતિષભાઈઍ પોતાના અનુભવો દ્વારા કૃતિને આગવું સ્વરૂપ પ્રદાન કર્યું. વિરેન્દ્રભાઈ પવારે અદ્ભુત અભિનય સાથે માતૃભાષાની વ્યથાની પ્રસ્તુતિ દ્વારા ઍકપાત્રીય અભિનયનો ઉત્કૃષ્ટ નમૂનો રજૂ કર્યો.કાર્યક્રમના બીજા ભાગમાં  સતિષભાઈઍ પોતાની રાજ્યકક્ષાની અનેક ઍવોર્ડ વિજેતા કૃતિ આંતરમનની આરપારનું પીનલભાઈ દેસાઈ સાથે અવિસ્મરણીય સ્ક્રિપ્ટ વાંચન કર્યું. ઍક નાટ્યકારના મુખેથી જીવનના વિવિધ રસોથી તરબોળ અદભુત સ્ક્રિપ્ટ વાંચન સાંભળી તાલીમાર્થીઓ ભાવવિભોર થઈ ગયા. શિક્ષણ, જીવન અને નાટ્યકળાના વિવિધ રંગોથી આર.કે. દેસાઈ કોલેજ માટે આ દિવસ યાદગાર બની રહ્ના. સતિષભાઈ સાથે ઍમની ટીમ, મિત્ર પ્રકાશભાઈ વશી તેમજ સ્પંદન સંસ્થાના પ્રમુખ ચારૂશીલાબેનની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં અનેકગણી અભિવૃદ્ધિ થઈ હતી. કાર્યક્રમના અંતે બી. ઍડ કોલેજના હેડ ડો.ગુંજન વશી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન મીલન દેસાઈ અને કેમ્પસ ડાયરેક્ટર ડો.મિતલ શાહ તેમજ કોલેજના સર્વ અધ્યાપકોઍ કાર્યક્રમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં.