Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડી ચાર રસ્તા પાસે કારમાંથી રૂ. ૧૦.૩૬ લાખનો દારૂ ઝડપાયો ઃ પાંચ વોન્ટેડ

પારડી ચાર રસ્તા પાસે કારમાંથી રૂ. ૧૦.૩૬ લાખનો દારૂ ઝડપાયો ઃ પાંચ વોન્ટેડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસે દમણથી દારૂ ભરી સુરત તરફ જતી ઈનોવા કારનો ફીલમી સ્ટાઇલમાં પીછો કરી પારડી હાઇવે પરથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પારડી ચાર રસ્તા ઓવરવીઝ પાસે આવેલ ઍન્જલ હોસ્પિટલ સામે નાકાબંધી દરમ્યાન  કાર નંબર જીજે ૧૬ સીઍન ૯૮૮૮ને રોકી ઍના ચાલક અને કલીનરને ઝડપી   પોલીસે કારમાંથી ૩,૪૦૮ દારૂ બિયરની બોટલ રૂ. ૧૦,૩૬,૦ ૮૦ અને ૧૫ લાખની ઇનોવા કાર વગેરે મળી કુલ રૂ.૨૫ ૪૬ ૪૩૦નો મુદ્દામાલ જ કર્યો હતો. પોલીસે પાયલોટિંગ કરનાર અને દારૂ મંગાવનાર કુલ પાંચને   વોન્ટેડ જાહેર કર્યા હતાં. વાપી પંથકના અન્ય ત્રણથી ચાર ખેપિયાઓ પણ પાયલોટીંગ કરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપે લેવાયેલા ડ્રાઇવર દેવાંગ ધોડી ની સામે વલસાડ અને નવસારી જિલ્લામાં ત્રણ દારૂના ગુના તેમજ ભાવેશ દલવાડા સામે વલસાડ નવસારી અને સુરતમાં ૧૪ કેસ તેમજ કિરણ બાબુ પટેલ રહે બેસલોર દમણ ની સામે વલસાડ નવસારી સુરત અને સુરત સિટી પોલીસ મથકમાં ૧૯ કેસ નોંધાયેલા છે.