Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ગણદેવીમાં ૨૯ નવદંપતીઓનો સમૂહ લગ્નોત્સવમાં ૬૩ વસ્તુઓની ભેટ અપાઈ

ગણદેવીમાં ૨૯ નવદંપતીઓનો સમૂહ લગ્નોત્સવમાં ૬૩ વસ્તુઓની ભેટ અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૧ ઃ  પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ-બીલીમોરા દ્વારા ગણદેવી તાલુકા કોળી સમાજ વાડી ખાતે તૃતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૨૯ નવદંપતીઓઍ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા,જેમને ટ્રસ્ટ દ્વારા કબાટ, સેટી-પલંગ અને ગાદલા સહિત કુલ ૬૩ ઘરવપરાશની ચીજવસ્તુઓ કરીયાવર રૂપે ભેટ આપવામાં આવી હતી.
આ માંગલ્ય પ્રસંગે અધ્યક્ષ વિસ્પી કાસદ (નવસારી) નાથુભાઈ સોસા, કરશનભાઈ સોલંકી, લાલજીભાઈ જીત્યા તેમજ સુરત, મુંબઈ અને ખેરગામથી પધારેલા મહાનુભાવો અને પત્રકાર પરેશભાઈ અધ્વર્યુ સહિતમોટી સંખ્યામાં અગ્રણીઓ ઍ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મહોત્સવને સફળ બનાવવા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ સોસા, મહામંત્રી રમેશભાઈ પટેલ, ખજાનચી નીરુબેન પટેલ તથા મુખ્ય સહાયક રાજેશભાઈ ધુમડીયા, ઈશ્વરભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ગણદેવી અને બીલીમોરાના નગરજનોઍ આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું.