Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ડાંગ દરબારના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી

ડાંગ દરબારના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી


(દમણગંગા ટાઈમ્સ)
આહવા, તા. ૦૧ ઃ  ડાંગ જિલ્લાની આન, બાન અને શાન ઍવા પરંપરાગત ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી રહ્ના છે.
કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન અને સુચારુ વહીવટી વ્યવસ્થાપનને કારણે આ ઐતિહાસિક લોકમેળો મુલાકાતીઓ માટે અત્યંત ખાસ અને યાદગાર બની રહ્ના છે.
આહવા ખાતે યોજાઈ રહેલા આ મેળામાં માત્ર ડાંગ જ નહીં, પરંતુ પાડોશી જિલ્લાઓ નવસારી, તાપી, વલસાડ તેમજ સરહદી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ હજારોની સંખ્યામાં મેળાર્થીઓ મેળે મ્હાલવા ઉમટી રહ્ના છે. ડાંગની પ્રકૃતિ અને સંસ્કૃતિને માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ સાથે આકર્ષણ જોવા મળી રહ્નાં છે.
મેળામાં આવતા દરેક નાગરિકની સુરક્ષા અને સુવિધા જિલ્લા વહીવટી તંત્રની સર્વોચ્ચ -ાથમિકતા રહી છે. મુલાકાતીઓ માટે પીવાનું પાણી, ર્પાકિંગ અને આરોગ્ય જેવી પાયાની તમામ વ્યવસ્થાઓ સુનિડ્ઢિત કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મેળામાં સ્થાનિક ખરીદીની વ્યાપક તક પૂરી પાડવા માટે તંત્ર દ્વારા ૯૫૦ થી વધુ નાના-મોટા વેપારીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્ના છે. આ ઉપરાંત બાળકો અને મોટેરાઓ માટે અદ્યતન મનોરંજક રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્ના છે. આ સાથે જ લોકોના મનોરંજન માટે ‘રંગ ઉપવન’ ખાતે રાત્રિના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી છે. જેમાં ડાંગની કલા અને પરંપરાની ઝલક જોવા મળે છે. મોટી સંખ્યામાં કલાપ્રેમી જનતા આ સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળી ડાંગના વારસાનો અનહદ આનંદ માણી રહી છે.