Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બેઠક ઉપર ઉમેદવારી કરશે

વાપી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ બેઠક ઉપર ઉમેદવારી કરશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ  વાપી શહેર કોંગ્રેસ તરીકે નિયુક્તિ બાદ મહેશ શાહ દ્વારા કરેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અગામી વાપી મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણીમાં તમામ બાવન બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હશે અને કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવશે નહીં તેમજ ભાજપ વાપીમાં કોંગ્રેસને ખૂબ જ લાઈટ લેતી હતી તે ભાજપને કોંગ્રેસની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવાની જાહેરાત કરી હતી. સાથે વાપીમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓને તેઓ રજૂઆત મહાનગરપાલિકામાં કરી તેઓની સમસ્યાનો નિકાલ લાવશે તેમજ વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલા વિકાસના કામોને લઈ બે વર્ષમાં તમામ કામો પૂર્ણ થશે તેવી જાહેરાત તેઓઍ કરી હતી.
મહેશ સેવંતીલાલ શાહ દ્વારા વાપીમાં ઍસીબી માં આઠ જેટલી લાચીયા અધિકારીઓની ટ્રેપ કરાવી છે.
તેમજ અગાઉ તેવો વાપી નગરપાલિકામાં ઍક ટર્મ માટે સભ્ય તરીકે સેવા બજાવી હતી. તેમજ અનેક સામાજિક સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે.
આજની વાપી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશનભાઇ પટેલ, વાપી શહેર કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ નિમેષભાઈ વશી, વાપી કોંગ્રેસના આગેવાન પીર મહંમદ મકરાણી, વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્ના હતાં.