Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

સુખાલા પટેલ ફ. પ્રિમિયર લીગ સીઝન-૩નો પ્રારંભ

સુખાલા પટેલ ફ. પ્રિમિયર લીગ સીઝન-૩નો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૧ ઃ નાનાપોઢા તાલુકાના સુખાલા પટેલ ફળિયામાં તા.૧ અને ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ હોળી-ધુળેટી નિમિત્તે ‘સુખાલા પટેલ ફળિયા પ્રિમિયર લીગ સીઝન-૩’ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલા આ રમતોના મહોત્સવે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ, આનંદ અને ઍકતાનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું. ગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્ના હતા. તેમણે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવી ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમને -ોત્સાહિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે રમત માત્ર જીત-હાર માટે નથી, પરંતુ ઍકતા, શિસ્ત, નેતૃત્વ અને સારું સ્વાસ્થ્ય જાળવવાનું ઉત્તમ માધ્યમ છે. ઙ્કક્રિકેટમાં કોઈ કાયમ જીતતું નથી અને કોઈ કાયમ હારતું નથી, ટીમસ્પિરિટ જ સૌથી મોટું બળ છે,ઙ્ખ ઍમ તેમણે કહ્નાં.
ધારાસભ્યઍ યાદ અપાવ્યું કે આ ગ્રાઉન્ડની શરૂઆત વર્ષો પહેલાં વિનોદભાઈ અને સ્થાનિક યુવાનોના સહકારથી કરવામાં આવી હતી. આજે આ મેદાન યુવાનો માટે માત્ર ક્રિકેટ રમવાનું સ્થળ નથી, પરંતુ પોલીસ, પીઍસઆઈ, આરપીઍફ જેવી સ્પર્ધાત્મક ભરતી માટે સવારની દોડ અને પ્રેક્ટિસ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમણે યુવાનોને નિયમિત કસરત અને રમતગમત સાથે જોડાયેલા રહેવાની અપીલ કરી.
કાર્યક્રમમાં પૂર્વ અધિક કલેક્ટર જે.ડી. પટેલ, પી.કે. પટેલ, પૂર્વ સરપંચ ગોપાલભાઈ પટેલ, મનોજભાઈ પટેલ સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ-ેમીઓ હાજર રહ્ના હતા. અંતમાં આયોજક મંડળ દ્વારા તમામ મહેમાનો, ખેલાડીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહી, પરંતુ યુવાનોમાં ઍકતા, ઉમંગ અને પ્રગતિનો સંદેશ આપતી સાબિત થઈ હતી.