Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પોણીયા સરસ્વતી શિશુ મંદિર હાઈ.માં પરીક્ષાર્થીઅોનું સ્વાગત કરાયું

પોણીયા સરસ્વતી શિશુ મંદિર હાઈ.માં પરીક્ષાર્થીઅોનું સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૭ ઃ પારડીમાં પોણીયા વિસ્તારમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર હાઇસ્કુલમાં આજરોજ યોજાયેલ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને બોલપેન વિતરણ કરી અને ચાંદલો કરી સારા પરિણામ માટેની શુભકામનાઓ આપવામાં આવી હતી. ખાસ બાબત તો આ છે કે સ્વાધ્યાય મંડળના સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓઍ પ્રાચીન સંસ્કૃતના શ્લોક બોલી હર હર મહાદેવના જય કારા સાથે પરીક્ષાઓની શરૂઆત કરી હતી અને દરેક વિદ્યાર્થીને શુભકામનાઓ આપી હતી. અહીં વહેલી સવારના સરસ્વતી શિશુ મંદિર હાઈસ્કૂલના ટ્રસ્ટી અને સ્વાધ્યાય મંડળ પારડીના ટ્રસ્ટી રાજેશભાઈ રાણા સંસ્કૃત વિદ્યાલય પારડીના ગુરુજી પરેશભાઈ વોર્ડ નં.૬ના પાલિકાના સદસ્ય જીગ્નેશભાઈ આહીર કોંગ્રેસના પાલિકાના સદસ્ય વનીતાબેન હળપતિ પારડી કોંગ્રેસ પ્રમુખ કપિલભાઈ હળપતિ શાળાના આચાર્ય કિશોરભાઈ પારડી પીઍસઆઇ સહિત મહાનુભાવો ભેગા થયા હતાં અને દરેક વિદ્યાર્થીઓને જીગ્નેશ ભાઈ આહીર તરફથી બોલપેન વિતરણ કરવામાં આવી હતી.  ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પારડી સ્વાધ્યાય મંડળના રિશી કુમારોઍ પરંપરાગત વેશભૂષા ધારણ કરી પરીક્ષા ખંડમાં શ્લોકનું વાંચન કરી પ્રવેશ કર્યો હતો અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને સારા પરિણામ માટેની શુભકામનાઓ પઠાવવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિમય વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ હતી.