Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

નાનીવહીયાળ બોર્ડ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવ્યુ

નાનીવહીયાળ બોર્ડ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવ્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૭ ઃ નાનીવહીયાળ ખાતે આવેલા વોક ટુ ગેધર્સ ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ–૧૦ ઍસ.ઍસ.સી. બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી–૨૦૨૬નું કેન્દ્ર નંબર ૬૬૩૨ કાર્યરત રહ્નાં હતું. આ પરીક્ષા કેન્દ્ર પર કુલ ૧૫ બ્લોકમાં ૩૮૬ પરીક્ષાર્થીઓ ફાળવાયા હતાં. જેમાંથી ૩૮૧ વિદ્યાર્થીઓ હાજર રહ્ના હતાં. પરીક્ષા નિમિત્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા ગામના સરપંચ વિનોદભાઈ પઢેર, વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ તેમજ કેન્દ્રના સ્થળ સંચાલક અને આચાર્ય શૈલેશકુમાર આર. પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતાં. મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સાકર અને ચોકલેટ આપી મોં મીઠું કરાવી તેમની સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.