Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

પારડી પંથકમાં ધો.૧૦, ૧૨ની પરીક્ષાની શરૂઆત

પારડી પંથકમાં ધો.૧૦, ૧૨ની પરીક્ષાની શરૂઆત


પારડી, તા.૨૬ ઃ પારડી પંથકની સ્કૂલોમાં આજરોજ ગુજરાત રાજ્ય ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા લેવાઈ રહેલી માર્ચ ૨૦૨૬ બોર્ડની પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ ને શાળા પરિવાર વરિષ્ઠ નાગરિક મંડળ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બોલપેન અને ચોકલેટ નું વિતરણ કરી સારા પરિણામ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી વહેલી સવારના ડીસીઓ હાઈ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી હેમંતભાઈ દેસાઈ અને ટ્રસ્ટી જયપ્રકાશભાઈ દેસાઈ મનીષભાઈ ભગત આચાર્ય સુનિલભાઈ પટેલ સાથે શિક્ષક ભાઈ બહેનો વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ઍમ કે દેસાઈ ભાજપના પ્રુખ વિપુલભાઈ પટેલ નગરપાલિકાના સદસ્ય ઉષાબેન યોગેશભાઈ પટેલ મેઘાબેન જે કુમાર ભાવસાર સહેલી ક્લબના નિર્મળાબેન પરમાર સાથે અન્ય મહાનુભાવો ભેગા થયા હતા અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને બોલપેન વિતરણ કરી હતી.