Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

આહવા કોલેજમાં બે દિવસીય યોગ શિબિર યોજાઇ

આહવા કોલેજમાં બે દિવસીય યોગ શિબિર યોજાઇ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

આહવા, તા. ૨૬ ઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન યોગ સેવક શિશપાલજી ના માર્ગ દર્શન હેઠળ ઝોન કો ઓર્ડીનેટર  પ્રીતિ બેન પાંડેના અધ્યક્ષ સ્થાને સરકારી  વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય તાલુકા યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં વિદ્યાર્થીઓને યોગ, મુદ્રા, આસન અને પ્રાણાયામ ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફ થી કોલેજમાં યોગ અને રમત ક્ષેત્રે સિદ્ધિ પ્રા કુલ ૨૦ વિધાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે યોગ બોર્ડના લોગો વાળી ટી શર્ટ આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, પ્રોગ્રામ ઓફિસર ડાંગ જ્યોત્સના બેન, ઘ્ઝ઼ભ્બ્ આહવા, ડૉ. ગણેશ નરભવર, ડો. ઉમેશભાઈ હડસ અને ડો. પી. કે માહલા, શિક્ષક સંજય ભાઈ અને અશ્વિન પરમાર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્નાં હતાં.