Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ચીખલી પંથકના વિવિધ માર્ગોની રિપેરીંગ કામગીરી પુરજાશમાં શરુ

ચીખલી પંથકના વિવિધ માર્ગોની રિપેરીંગ કામગીરી પુરજાશમાં શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નવસારી, તા. ૨૬ ઃ નવસારી જીલ્લામાં આવેલ (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવેલ વિવિધ માર્ગોની કામગીરી પ્રગતિ હેઠળ છે ઍમ માર્ગ અને મકાન વિભાગ, નવસારી તરફથી પ્રા અખબારી યાદીમાં જણાવેલ છે.

તદાનુસાર, સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ કિ. મી. ૦/૦ થી ૩૮/૪ છે. ચેઈનેજ કિ.મી. ૨૩/૨ થી ૨૩/૪ પર બોક્સ કલ્વર્ટ સ્લેબ કોંક્રિટ વર્ક પ્રગતિ હેઠળ છે. તેમજ આ માર્ગ પર મજબૂતીકરણ અને પહોળાઈ ડામર વર્ક પેવર અને ટેન્ડમ રોલરનો ઉપયોગ કરીને ફોર લેનિંગ રસ્તો બીટ્યુમીન રોડપેવિંગ કામ હાથ ધરવામાં આવેલ છે. બામણવેલ દોણજા રોડ કિ.મી. ૦/૦ થી ૧૩/૦ છે. ચેઈનેજ કિ.મી. ૯/૨ થી ૯/૪ પર શટરિંગ વર્ક ઓફ રિટેનિંગ વોલનું કામ હરણગામ પાસે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સદર બ્રીજની કામગીરી પૂર્ણ થયા બાદ આસપાસના અનેક ગામો વચ્ચે સીધી કનેક્ટીવીટી થશે. 

બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ કિ.મી. ૯/૦ થી ૪૧/૨ અને કિ.મી. ૪૪/૪ થી ૫૯/૬ છે. ચેઇનેજ કિ.મી. ૧૧/૦ થી ૧૧/૨ પર ડામર વર્કની કામગીરી પ્રગતિ હેઠળ છે. ડામરની કામગીરી પૂર્ણ થયા પછી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. માર્ગની સપાટીને વધુ ટકાઉ અને લાંબા ગાળે ઉપયોગી બને તેવી તકનીક અપનાવવામાં આવી છે.  આ પ્રોજેક્ટથી ગામોના નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિધાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે. તેમજ ઉદ્યોગો અને કૃષિ ઉત્પાદનોના ઝડપી અને સરળ પરિવહનથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને સમગ્ર વિસ્તારના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે.