Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

નાનાપોંઢામાં ૧૧૮૮ વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ વિતરણ કરાયું

નાનાપોંઢામાં ૧૧૮૮ વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ વિતરણ કરાયું


દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૨૬ ઃ નાનાપોંઢા ખાતે કાર્યરત સંકલ્પ કોમ્પ્યુટર સેન્ટર દ્વારા સામાજિક જવાબદારી નિભાવતા આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બને તેવી અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન સુવિધા રહે તે હેતુસર રીસીપ્ટ મૂકવા માટેનું પ્લાસ્ટિક કવર, પેન્સિલ, સ્કેલ અને બોલપેન સહિતની સામગ્રી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેમજ તેઓને ભવિષ્ય માટે યોગ્ય દિશા મળે તે માટે કેરિયર ગાઇડન્સ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, સમયનું સંચાલન કેવી રીતે કરવું અને આગળના અભ્યાસ માટે યોગ્ય ક્ષેત્ર કેવી રીતે પસંદ કરવું તે અંગે માર્ગદર્શન અપાયું હતું.

આ પહેલ હેઠળ કુલ ૭ હાઈસ્કૂલોના ૧૧૮૮ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં ઍન.આર. રાઉત હાઈસ્કૂલ-નાનાપોંઢા, ડી.જે. પટેલ શાળા-ધગડમાળ, વૃંદાવન આશ્રમ શાળા-ખૂટલી, અમૃતલાલ ઝવેરી વિદ્યાલય-આમધા, વનરાજ સાર્વજનિક હાઈસ્કૂલ-દાબખલ, જય અંબે હાઈસ્કૂલ-બાળચોડી અને માંડવા હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સંકલ્પ કોમ્પ્યુટર સેન્ટર દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ, કરિયર માર્ગદર્શન, કોમ્પ્યુટર શિક્ષણ અને ઓપન ઇંગ્લિશ જેવી વિવિધ તાલીમ માટે સેન્ટરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.