Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

તલવાડા પ્રા. શાળામાં નવા મકાનનું ખાતમૂર્હત કરાયું

તલવાડા પ્રા. શાળામાં નવા મકાનનું ખાતમૂર્હત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૬ ઃ  ઉમરગામ તાલુકામાં વિકાસને વેગ મળી રહ્ના છે. રમણભાઈ પાટકરની રજૂઆત બાદ તાલુકાની વિવિધ શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે.

તલવાડા પ્રાથમિક શાળામાં નવા મકાનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને અનુસંધાને વિભાગે ૬ ઓરડાઓના નિર્માણને મંજૂરી આપી છે અને રૂપિયા ૭૨ લાખની ગ્રાન્ટ ફાળવી છે.

આજરોજ રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો હાજર રહ્ના હતાં.

ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી આનંદ વ્યક્ત કર્યો હતો. ગામજનોમાં નવા મકાનના નિર્માણથી શિક્ષણ સુવિધાઓમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.