Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ઉમરગામ પંથકમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

ઉમરગામ પંથકમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૬ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્ના છે.

બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને તણાવમુક્ત મનથી પેપર આપી શકે તે માટે શુભેચ્છા અને આશીર્વાદ આપવામાં આવ્યા હતાં. શાળા પરિસરમાં વહેલી સવારથી જ શિસ્તબદ્ધ અને સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ પ્રથમ પેપરને લઈને પોતાના બાળકોને શાળાઍ મૂકવા આવ્યા હતાં. વાલીઓઍ બાળકોને હિંમત આપીને પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહન આપ્યું હતું. બોર્ડની પરીક્ષા તણાવમુક્ત અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે શાળા દ્વારા બેઠક વ્યવસ્થા, માર્ગદર્શન અને અન્ય જરૂરી સુવિધાઓ સાથે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકામાં બોર્ડ પરીક્ષાને લઈને કુલ વિવિધ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર તાલુકામાં બોર્ડ પરીક્ષાને લઈને ઉત્સાહ અને આત્મવિશ્વાસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે.