Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ખેરગામના નડગધરીમાં ટેમ્પો - બાઈક અકસ્માત ઃ બાઈક ચાલક ઘાયલ

ખેરગામના નડગધરીમાં ટેમ્પો - બાઈક અકસ્માત ઃ બાઈક ચાલક ઘાયલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૨૫ ઃ ખેરગામ તાલુકાના નડગધરી પટેલ ફળિયા પાસે ઍક પીકઅપ ટેમ્પો નંબર જીજે ૧૬ ડબ્લ્યુ ૩૭૮૦ ના ચાલકે પોતાનો ટેમ્પો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઍક હોન્ડા પેશન મોટરસાયકલ નંબર જીજે ૨૧ ઍઍન ૩૦૨૮ ઉપર સવાર અજીત ગમુભાઈ પટેલ ઉ.વ. ૩૭ રહે ઢાંકમાળ ઉપલું ફળિયું જેને ટક્કર મારી દૂર સુધી ઘસડી લઈ જઈ ઍકસીડન્ટ કરતા અજીતભાઈ પટેલને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે સારવાર મળતા જીવ બચી ગયો છે જ્યારે ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો બનાવ અંગેની ફરિયાદ ટ્વિંકલ અજીત પટેલ નાઍ કરતા આગળની વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.