Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

કરંજવેરીથી ગેરકાયદે ગાયને લઈ જતો ટેમ્પો ઝડપાયો

કરંજવેરીથી ગેરકાયદે ગાયને લઈ જતો ટેમ્પો ઝડપાયો


ધરમપુર, તા.૨૫ ઃ ધરમપુર પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્નાં છે. તે દરમિયાન કરંજવેરી ગામ વિસ્તારમાં  રાહદારી દ્વારા શંકાસ્પદ પશુ ભરેલ ટેમ્પો નંબર ઞ્થ્-૧૫-હ્હ્-૮૧૩૧ રોકી રાખ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

માહિતીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટેમ્પોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ટેમ્પોના પાછળના ભાગમાં આશરે રૂ. ૫,૦૦૦ ની કિંમત ધરાવતી ઍક ગાયને ટૂંકા દોરડાથી ક્રુરતાપુર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. ટેમ્પો ચલાવનાર વ્યક્તિની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઇશ્વર અર્જુન પટેલ, રહે. પાટી નદી ફળીયા, તા. ખેરગામ ના હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોની અંદરથી રૂ. ૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. આ કામગીરી દરમિયાન આશરે રૂ. ૧,૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ટેમ્પો કબ્જે લઈ પ્રાથમિક પૂછપરછમાં ગાયને પોતાના નિવાસ સ્થાનેથી ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું.