Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

બીલીમોરા સ્ટેશને યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

બીલીમોરા સ્ટેશને યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૨૪ ઃ બીલીમોરા રેલ્વે સ્ટેશનના દક્ષિણ યાર્ડમાં દેસરા ઓવરબ્રિજ નીચે ઍક ૨૫ વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રા વિગતો મુજબ, ચીખલીના ખૂંધ ગામનો રહેવાસી શ્યામકુમાર હરિશભાઈ ઠાકોર (ઉં.વ. ૨૫) ગત તા. ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ સાંજે હિસ્સાર ઍક્સપ્રેસ ટ્રેન આડે આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતા યુવાનનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બીલીમોરા રેલ્વે પોલીસે આ મામલે અકસ્માત મોત (નંબર ૧૫/૨૦૨૬) ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીલીમોરાની મેંગુસી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલી લાશની તેના પિતા હરિશભાઈઍ ઓળખ કરી હતી, ત્યારબાદ પોલીસે પંચનામું કરી મૃતદેહ વાલીવારસોને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.