Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

દમણમાં વેસ્ટ ઝોન પેનકાક સિલાટ લીગનું આયોજન

દમણમાં વેસ્ટ ઝોન પેનકાક સિલાટ લીગનું આયોજન


દમણ, તા.૨૪ ઃ ખેલો ઇન્ડિયા ઝુંબેશના ભાગ રૂપે દમણમાં વેસ્ટ ઝોન પેનકાક સિલાટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેન્દ્રશાસિત પ્રદેશ અને મધ્યપ્રદેશના ૬૦૦ થી વધુ ખેલાડીઓઍ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ જોવાલાયક હતો.

દમણના દમણ કોળી પટેલ ઓડિટોરિયમ ખાતે આયોજિત આ લીગનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સચિવ નિખિલ દેસાઇ, રમતગમત નિયામક અરુણ ગુા, અસ્પી દમણિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ, ઉપપ્રમુખ રીના પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા મહેમાનોઍ ટિપ્પણી કરી કે ખેલો ઇન્ડિયા ઝુંબેશ યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવવા માટે ઍક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.