Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપી નોટીફાઈડ બોર્ડના ચેરમેન તરીકે મગન સાવલિયાની વરણી

વાપી નોટીફાઈડ બોર્ડના ચેરમેન તરીકે મગન સાવલિયાની વરણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૪ ઃ વાપી નોટિફાઇડ બોર્ડની આજે મળેલી બેઠકમાં  નવા ચેરમેન તરીકે મગનભાઈ સાવલિયાની સર્વ સંમતિથી નિમણૂક કરાય છે.

વાપી નોટિફાઇડ બોર્ડ ની મુદત બે વર્ષની હોય છે જે અંતર્ગત ગત તમના ચેરમેન તરીકે યોગેશભાઈ કાબરીયાની નિમણૂક કરવામાં આવી હતી તેઓની ટર્મ પૂર્ણ થતા આજે વાપી નોટિફાઇડ વિભાગની કચેરીમાં મળેલી બેઠક વર્તમાન ચેરમેન યોગેશભાઈ કાબરીયાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ઉપસ્થિત વીઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલ કલ્પેશ ભાઈ વોરા મગનભાઈ સાવલિયા અને ડી. આર. પાટીલ તેમજ જીઆઇડીસી ના અધિકારીઓની ઉપસ્થિતિમાં સર્વ સંમતિથી નવા ચેરમેન તરીકે મગનભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે. મગનભાઈ સાવલિયા અગાઉ વાપી જીઆઇડીસી વિસ્તારમાં ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ છે અને હાલમાં તેઓ વીઆઇઍના ઉપપ્રમુખ તેમજ ગ્રીન ઍન્વાયરોના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્ના છે. તેમની આ નિમણૂકને લઈ તેમના મિત્ર વર્તુળોમાં તેમજ પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.