Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

દેસરા ઓવરબ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂકનાર યુવાનનું મોત

દેસરા ઓવરબ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂકનાર યુવાનનું  મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

બીલીમોરા, તા. ૨૩ ઃ બીલીમોરા દેસરા ઓવરબ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂકી અજાણ્યા યુવાને જીવન ટૂંકાવ્યું બીલીમોરાં બીલીમોરા રેલવે સ્ટેશનની દક્ષિણે આવેલા દેસરા ઓવરબ્રિજ નીચે રવિવારે સાંજે ઍક અજાણ્યા યુવાને દોડતી ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટના ઍટલી ભયાનક હતી કે યુવાનનું ધડથી માથું અલગ થઈ ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.મળતી વિગતો મુજબ,૨૨ ફેબ્રુઆરીના રવિવારે સાંજે આશરે ૬ કલાકે દેસરા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી હિસ્સાર ઍક્સપ્રેસ સામે અંદાજે ૩૫ થી ૪૦ વર્ષના ઍક યુવાને ઝંપલાવ્યું હતું. મૃતક યુવાનની ઊંચાઈ ૫ ફૂટ ૫ ઇંચ, રંગ ઘઉંવર્ણ છે અને તેના જમણા હાથની કલાઈ પર ‘ૐ’ નું ટેટૂ ત્રોફાવેલું છે. મૃતકે ગ્રે રંગનો આખી બાંયનો શર્ટ અને ડાર્ક જાંબુડિયા રંગની હાફ પેન્ટ પહેરેલી હતી. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી,પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને આ વર્ણન ધરાવતી વ્યક્તિ વિશે માહિતી હોય તો તાત્કાલિક બીલીમોરા રેલવે પોલીસનો સંપર્ક કરવો.