Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીમાં કયા કામ કરાવવા છે ?

વાપીમાં કયા કામ કરાવવા છે ?


વાપી, તા.૨૩ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં અગામી બજેટમાં નગરજનોને તેમની સુવિધા તેમજ કેટલાક વિકાસના કામો બાકી રહી ગયા હોય તેઓના વિસ્તારમાં તો આ બજેટ પહેલા નગરજનો દ્વારા તેમના વિસ્તારના વિકાસના કામો અંગે તથા બાકી રહી ગયેલા અધૂરા કામો અંગેના સૂચનો મહાનગરપાલિકામાં મોકલવા અંગેના સૂચનો મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવ્યા છે.

વાપી મહાનગરપાલિકા, વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેનું બીજુ બજેટ રજૂ કરવા જઇ રહ્નાં છે.આ બીજુ બજેટ સર્વાગી વિકાસના પાયા પર નિર્માણ પામે અને શહેરના નાગરિક પણ આ પ્રક્રિયાનો હિસ્સો બને ઍવા ઉમદા હેતુ સાથે વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા સૌ શહેરીજનોના સૂચનો મેળવવા માંગે છે. વાપી શહેરના તમામ નાગરિકો આગામી બજેટના આયોજનમાં સમાવેશ કરી શકાય તેવા મહત્વના માળખાકીય વિકાસના કામોના પ્રોજેક્ટ્સ માટે પોતાના સૂચનો આપી શકે છે. આપના સૂચનો થકી વાપી શહેરના ભવિષ્યના ઘડતરમાં અમૂલ્ય સહભાગી થવાની આ શ્રેષ્ઠ તક છે. આપણું વાપી શહેર સ્વચ્છ, સુંદર અને ભાવિપેઢી માટે પર્યાવરણની દ્રસ્ટીઍ ટકાઉ વિકાસનું ઍક ઉત્તમ ઉદાહરણ બને ઍવા પ્રયત્નોમાં યોગદાન આપવા માટે ણુ્યફુફિંદ્દ.રુષ્ટૃણૂક્િંર્ીજ્ઞ્શ્ર.ણૂં ઉપર તા.૨૮.૦૨.૨૦૨૬ સુધી આપના સૂચનો મોકલી શકો છો.