Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

અમલસાડમાં દિપડો પાંજરે પુરાયો

અમલસાડમાં દિપડો પાંજરે પુરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૨૨ ઃ ગણદેવી વન વિભાગ ઍ અમલસાડ આહીરવાસ મદા તળાવ નજીક શુક્રવાર સાંજે ભીખુભાઇ મકનભાઈ આહીર ની વાડી માં મરઘા નું મારણ મુકી પાંજરું ગોઠવ્યું હતું. જેમાં શનિવાર મળસ્કે ૩ થી ૪ કલાક નાં અરસામાં ૪ થી ૪.૫ વર્ષ નો કદાવર દિપડો પાંજરે પુરાયો હતો. જેને જોવા ગ્રામજનો નાં ટોળે ટોળા ઉમટી પડયા હતા. અમલસાડ માજી સરપંચ નિલેશ નાયક ઍ વન વિભાગ ને જાણ કરી હતી. વનવિભાગ દિપડા નો કબ્જો લઈ ઍંધલ વન ડેપો જવા રવાના થયા હતા.

જ્યાં દીપડા નું મેડિકલ ચેક અપ કરાવી મોડી રાત્રે જંગલ માં છોડવા ની તજવીજ હાથ ધરાશે. ગણદેવી વન વિભાગ ઍક બાદ ઍક કુલ ચાર સફળતા મળી છે. જેમાં ગણદેવાનાં હવાડીયા ફળીયા બાદ વલોટીનાં કઢાણીયા ફળીયા અને બીગરીનાં દઢોરા ફળીયા બાદ હવે અમલસાડ થી દીપડાનો ડર દૂર થયો હતો.