Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ચીખલીના ગામોમાંથી વીજતારોની ચોરી

ચીખલીના ગામોમાંથી વીજતારોની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ )

ચીખલી, તા. ૨૨ ઃ ચીખલી તાલુકાના વાંઝણા, ચાસા, ઉઢવળ, રેઠવાણીયા ગામોમાંથી બે મહિના અગાઉ કોઈ અજાણ્યા શખ્સો વીજ કંપનીનો ઍલ્યુમિનિયમ વીજ તારો આશરે રૂ. ૩.૩૪ લાખનો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધવા પામી છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના વાંઝણા, ચાસા, ઉઢવળ, રેઠવાણીયા ગામોમાંથી તારીખ ૨૭. ૧૦. ૨૫ થી  ૬. ૧. ૨૬ દરમિયાન હરકોઈ વખતે કોઈ અજાણ્યા ઈસમો ટાંકલ સબ ડિવિઝન અંતર્ગત ગામોમાં ખેડૂતોને જમીનમાં ખેતીવાડી માટે આઠ કલાકના ઇલેક્ટ્રીક પ્રવાહની લાઈનમાં નાખેલ ઍલ્યુમિનિયમ વીજ તારો આશરે ૮.૧૬૦ મીટર જેની અંદાજિત કિંમત રૂપિયા ૩.૩૪.૬૯૬ ના વીજતારો અલગ અલગ તારીખો દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ટાંકલ સબ ડિવિઝન ના નાયબ ઇજનેર મુકેશ અમરતભાઈ પટેલના ઍ કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ બીસી ગઢવી ઍ હાથ ધરી છે.