Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપી રેલ્વે સ્ટેશને મહત્વની ટ્રેનોના રોકાણમાં સમય વધારા અંગે ડીઆરઍમને રજુઆત

વાપી રેલ્વે સ્ટેશને મહત્વની ટ્રેનોના રોકાણમાં સમય વધારા અંગે ડીઆરઍમને રજુઆત


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપી રેલવે સ્ટેશન નથી મહત્વની ઍવી પાંચ ટ્રેનોનું સ્ટોપેજના સમયમાં વધારો કરવાની માંગ ઝેડ આરયુસીસીના સભ્ય જોઈ કોઠારી દ્વારા ડી આર ઍમ ને પત્ર લખી કરવામાં આવી છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. ૨૦ મીના રોજ મુંબઈમાં ઝેડ આર યુ સી સી ના સભ્યો તેમ જ કેટલાક રેલવેના સહેલા કાર સાથે પડ્ઢિમ રેલવે મુંબઈના ડીઆરઍમ પંકજકુમારસિંઘ સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ અંગે ઝેડઆરયુસીસીના સભ્ય ઍવા વાપીના જોય કોઠારી દ્વારા વાપી રેલવે સ્ટેશનથી મોટાભાગની કેટલીક ટ્રેનોમાં મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને ધ્યાને લઈ અવધ ઍક્સપ્રેસ હમસફર તેમજ બાંદ્રા પટના જેવી મહત્વની પાંચ જેટલી ટ્રેનોને વાપી રેલવે સ્ટેશનને સ્ટોપેજ દરમિયાન અપાયેલા સમયમાં વધારો કરી ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી ટ્રેન વાપી રેલવે સ્ટેશનને રોકાણ કરે તેવી માંગ કરવામાં આવી છે આ અંગે પડ્ઢિમ રેલવેના ડીઆરઍમ પંકજકુમાર સિંઘ દ્વારા ટૂંક સમયમાં જ આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે તેમ જણાવ્યું હોવાનું જાણવા મળે છે. આમ ઝેડ આર યુ સી સી ના સભ્ય જોય કોઠારી દ્વારા વાપી તથા ઍની આજુબાજુની વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરતા ઉત્તર ભારતીયો તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને અન્ય વિસ્તારના લોકોની મુશ્કેલી અંગે રજૂઆત કરાય છે.