Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપી હાઈવે પર ટ્રક રેલીંગ તોડી સર્વિસ રોડ પર પહોચી

વાપી હાઈવે પર ટ્રક રેલીંગ તોડી સર્વિસ રોડ પર પહોચી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ મુંબઈ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે-૪૮ પર આવેલ વાપી બલીઠા ખાતે ટ્રક રેલિંગ તોડી સર્વિસ રોડ પર ઘુસી જતા રેલિંગ અને ટ્રકને ભારે નુકસાન સદનસીબે મોટી જાનહાનિ થવા પામી ન હતી ઘટનાને પગલે સમગ્ર માર્ગ ઉપર ટ્રાફિકજામના દ્રશ્ય ઊભા થઈ ગયા હતા. 

 વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૮ પર આજે ઍક  ૧૬ ચક્કા ટ્રક પૂરપાટ ઝડપે આવી રહેલો ટ્રક ચાલકના ચાલકે કાબૂ ગુમાવી દેતા આ ટ્રકે  હાઈવેની રેલિંગ તોડીને સર્વિસ રોડ પર ઘૂસી જવા પામી હતી. અકસ્માત સમયે સર્વિસ રોડ પર વાહનોની અવરજવર ઓછી હોવાથી અને રાહદારીઓ થોડા જ અંતરે હોવાથી ઍક મોટી હોનારત થતા અટકી હતી.

ઘટના સ્થળે ઉપસ્થિત રહેલા વહનચાલકો અને રાહદારીઓઍ જણાવ્યું હતું કે જો ટ્રક થોડો પણ આગળ હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત. આ ઘટના બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક અને હાઈવેની રેલિંગને મોટું નુકસાન પહોંચ્યું છે. ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ તેમજ લોકોઍ ટ્રક ચાલકને કેબિનમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે સ્થાનિક પોલીસ તથા નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમભંગ કરનાર વહનચાલકો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવાને કારણે અકસ્માતો સતત વાપી પંથકમાં હાઇવે ઉપર વધી રહ્ના છે.