Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ડાંગમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનાં છાટણા

ડાંગમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનાં છાટણા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૦ ઃ ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો અને પવનની ગતિમાં થયેલા ફેરફારને પગલે માવઠાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે,આ વાદળછાયા વાતાવરણની વચ્ચે અમુક પંથકોમાં કમોસમી વરસાદનાં છાટા પણ પડ્યા હતા.જેને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.