Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

દમણની નુમા ઈન્ડિયાના ખેલાડીઅો રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ઝળકયા

દમણની નુમા ઈન્ડિયાના ખેલાડીઅો રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ઝળકયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૦ ઃ દમણની નુમા ઈન્ડિયા ઍકેડેમીના ખેલાડીઓઍ ૬૯મી લ્ઞ્જ્ત્ યોગાસન રાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રદેશનું ગૌરવ વધાર્યું. ઍકેડેમીની વિદ્યાર્થીનીઓ પૂર્વીશા ડેકા અને અંકિતા નોખવાલે યોગાસન સ્પર્ધામાં દેશભરના ૩૦ અન્ય રાજ્યોને હરાવીને ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ચોથું સ્થાન મેળવ્યું.નુમા ઈન્ડિયા ઍકેડેમીના ખેલાડીઓઍ કરાટે સ્પર્ધામાં પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. પ્રતિભા રાય, સાઈકિરણ ઍન્ડેલા અને સિદ્ધિ રોહિતે ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવ્યું, ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં પાંચમું સ્થાન મેળવ્યું, જેનાથી દમણ માટે ગૌરવ વધ્યું. આ સફળતા દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ અને રમતગમત વિભાગના વિશેષ સમર્થનથી મળી, જેના કારણે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પહોંચી શક્યા.નુમા ઈન્ડિયા ઍકેડેમી, દમણના યોગ કોચ અને ડિરેક્ટર આકાશ ઉદેશી, કરાટે કોચ અને સેક્રેટરી અર્જુન ઉદેશી, નુમા ઈન્ડિયા યુથ ક્લબના પ્રમુખ સ્નેહા જરીવાલા અને સેક્રેટરી નિકિતા ઉદેશીઍ તમામ ખેલાડીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.