Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ગોડથલના લાકડા ચોર પાસે તોડ કરનાર કોણ ? તપાસ જરુરી

ગોડથલના લાકડા ચોર પાસે તોડ કરનાર કોણ ? તપાસ જરુરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૯ ઃ ચીખલી તાલુકાના ગોડથલ ગામે ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી ચીખલી વન વિભાગને મળતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા ગોડથલ ગામે તથા પાણી ખડક ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી બેઠા હતાં. પરંતુ લાકડા ચોરોને ગંધ આવી જતાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. કહેવાય છે કે ગેરકાયદેસર લાકડાના જથ્થામાં કોઈ છ આંકડાની રકમનો તોડ કરી ગયા હોવાની વાતે આ વિસ્તારમાં ભારે જોર પકડ્યું છે.

ચીખલી તાલુકાના ગોડથલ ગામે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખેરનો જથ્થો વન વિભાગ દ્વારા પકડવામાં આવી રહ્ના છે અને લાકડા ચોરો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. 

પરંતુ બુધવારના રોજ સવારે ચીખલી વન વિભાગના કર્મચારીને બાતમી મળી હતી કે ગોડથલ ગામે ગેરકાયદેસર ખેરનો જથ્થો રાખવામાં આવ્યો છે જેના આધારે વન વિભાગના કર્મચારી દ્વારા તપાસ હાથ ધરી હતી અને પાણીખડક ચાર રસ્તા ખાતે વોચ રાખીને બેઠા હતાં. પરંતુ લાકડા ચોરોને પણ ગંધ આવી ગઈ હતી અને કહેવાય છે કે વન વિભાગના કોઈ કર્મી દ્વારા દોઢ ટન ખેરનો જથ્થો રાખેલ હોય જેમાં છ આંકડાની રકમનો તોડ થઈ ગયો હોવાની વાતે પણ આ વિસ્તારમાં ભારે જોર પકડ્યું છે. ત્યારે છ આંકડાની રકમનો તોડ કરનાર ઍ કર્મચારીઓ કોણ ? અને ગેરકાયદેસર ખેર નો જથ્થો રાખનાર ઍ લાકડા ચોરો કોણ ? યોગ્ય તપાસ થશે ખરી !