Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

દમણમાં ભારતીય ન્યાયિક સંહિતા અંગે લાઈવ પ્રદર્શન યોજાયું

દમણમાં ભારતીય ન્યાયિક સંહિતા અંગે લાઈવ પ્રદર્શન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૯ ઃ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ પોલીસ વિભાગે ભારતીય ન્યાયિક પ્રણાલીમાં થયેલા ઐતિહાસિક ફેરફારોને લોકો સમક્ષ લાવવા માટે ભારતીય ન્યાયિક સંહિતા પર ઍક ખાસ લાઇવ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શન મોતી દમણ નગરપાલિકા નજીક યોજાયું હતું અને તેમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને જનપ્રતિનિધિઓઍ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રશાસિત પ્રદેશના સલાહકાર અંકુર ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીઆઈજી સંતોષ કુમાર મીણા, પોલીસ અધિક્ષક કેતન બંસલ, પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) જ્ઞાનેશ કુમાર અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્ના હતા.

નવા ફોજદારી કાયદાઓ વિશે વિગતવાર માહિતી ડીઆઈજી સંતોષ કુમાર મીણાઍ જણાવ્યું હતું કે આ લાઈવ ડેમો પ્રદર્શનમાં નવા ફોજદારી કાયદાઓની વિશેષતાઓ અને પ્રક્રિયાઓને વ્યવહારિક રીતે રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યું હતું આ પ્રદર્શન ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. પોલીસ વિભાગે માહિતી આપી હતી કે આ લાઇવ પ્રદર્શન ૨૦ ફેબ્રુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. રસ ધરાવતા નાગરિકો આ સમયગાળા દરમિયાન પ્રદર્શન સ્થળની મુલાકાત લઈ શકે છે અને નવા ફોજદારી કાયદાઓ અને ન્યાયિક પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે. આ કાર્યક્રમ દ્વારા, પોલીસ વિભાગે પારદર્શિતા, તકનીકી કાર્યક્ષમતા અને ન્યાયિક પ્રક્રિયાની સમજને પ્રોત્સાહન આપવાની દિશામાં ઍક પગલું ભર્યું છે.