Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ઍસઆઈઍની ચૂંટણીમાં પ્રમુખ બિનહરીફ ઃ કમિટી મેમ્બરની ચૂંટણી થવાની શક્યતા

ઍસઆઈઍની ચૂંટણીમાં પ્રમુખ બિનહરીફ ઃ કમિટી મેમ્બરની ચૂંટણી થવાની શક્યતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૯ ઃ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણી માટે પ્રમુખ તરીકે ઍક માત્ર કૌશિક પટેલે ઉમેદવારી નોંધાવતા બિનહરીફ બનશે. તથા ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરો બેઠકો માટે ૨૨ જણાઍ ઉમેદવારી નોંધાવી હોય ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચાયા બાદ બિનહરીફ સમરસ થશે કે કેમ તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસીઍશન (ઍસઆઇઍ)ના પ્રમુખ અને ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરોની ચૂંટણી આગામી ૬ માર્ચના રોજ યોજવાની હોય તે માટે ઉમેદવારી પત્રકો ભરવાની ૧૮ ફેબ્રુઆરીના અંતિમ દિવસે પ્રમુખ પદ માટે કૌશિકભાઈ પી. પટેલે ઍકમાત્ર ઉમેદવારી નોંધાવી છે. જેથી તેઓ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે. ફોર્મ ચકાસણી અને પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

જ્યારે ૧૨ કમિટી મેમ્બરો માટે ૨૨ જણાઍ ઉમેદવારી નોંધાવી છે. ચિરાગ ઓઝા, પંકજ રાય, વિવેક દાજી, રાજેશ અઘેરા, સેહુલ પટેલ, જયંતિ દામા, ધ્રુવિન પટેલ, કિશોર ગજેરા, ભાવિન પટેલ, કલ્પેશ ભગત, રતિકાંત તિવારી, રાજેશ પંચાલ, આનંદ પટેલ, દેવાંગ શાહ, વિનોદ સિંગ, કમલેશ વસવાની, દિનેશ યાદવ, પ્રવીણ પટેલ, દિલીપ ભંડારી, મુકેશ પટેલ, સુશીલ કુમાર સિંગ અને નીતિન ઓઝાઍ ઉમેદવારી પત્રકો ભર્યા છે. આમ તો બિનહરીફ સમરસના ઍધાણ વર્તાઈ રહ્ના છે પરંતુ નામાંકન પાછું ખેંચવાની અંતિમ તારીખ ૨૧ ફેબ્રુઆરી છે તે બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.