Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ઉંટડીથી હાઈટેન્શન વીજ લાઈનના કેબલો ચોરાયા

ઉંટડીથી હાઈટેન્શન વીજ લાઈનના કેબલો ચોરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ તાલુકાના ઉંટડીગામની સીમમાં ખેતીવાડી માટેની ૧૧ કે.વી. હાઇટેન્શન વીજલાઇનના આશરે ૯ ગાળામાંથી ૧૦૮૦ મીટર જેટલા ઍલ્યુમિનિયમ કંડક્ટર તારનીકિંમત રૂ. ૫૩,૫૯૬ની  ચોરી થવાની ઘટના બનતા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થતા ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

 વલસાડના ડુંગરી વિસ્તારમાં રહેતી સોમીબેન આહીર નામની મહિલાઍ લાઈટ ન હોવા અંગે ઓનલાઇન ફરિયાદ તા. ૧૪/૦૨/૨૦૨૬ના રોજ વીજ ઓફિસમાં કરવામાં આવી હતી જે ફરિયાદ આધારે વીજ કંપનીના કર્મચારીઓઍ  તપાસ કરતા જાણવા મળ્યું કે   ઉંટડી માં  હરેશભાઈ ઉર્ફે ભુપતભાઈ દેસાઈની વાડી પાસેની નહેરમાંથી પસાર થતી ૧૧ કે.વી. ઍ.જી. લાઈન પરથી વીજ તાર કોઈ ચોર ઈસમ ચોરી કયો હોય જે વિજય વીજ કર્મચારી વિરલભાઈ ટંડેલ દ્વારા સ્થળ તપાસમાં કોઈ અજાણ્યા તસ્કરોઍ પોલ પરથી કુલ ૯ ગાળામાં લટકતા ૧૦૮૦ મીટર ઍલ્યુમિનિયમ કંડક્ટર તાર કાપી લીધા હતા.

તસ્કરો આશરે રૂ. ૫૩,૫૯૬ની કિંમતનો મુદ્દામાલ ની ચોરી થવા અંગે તેમણે ડુંગરી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.