Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાસણની આર. ડી. પ્રજાપતિ હાઈ.માં વિદ્યાર્થીઅોની વિદાય સમારંભ યોજાયો

વાસણની આર. ડી. પ્રજાપતિ હાઈ.માં વિદ્યાર્થીઅોની વિદાય સમારંભ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ તાલુકા ના વાસણ ગામે શ્રી વાસણ વિભાગ કેળવણી મંડળ વાસણ સંચાલિત આર.ડી. પ્રજાપતિ હાઇસ્કુલ, વાસણમાં  ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સ્ન્ણૂજ્ઞ્ ના બાળકો માટે બોર્ડની પરીક્ષા બાબતે શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.  જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડના વતની અને નિવૃત મામલતદાર  મોરારભાઈ પટેલ  હાજર રહ્ના હતા. અને વક્તા તરીકે વલસાડના સાર્વજનિક મા.શાળા, અબ્રામા હાઇસ્કુલના આચાર્ય અને વલસાડ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ઍવા દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી ત્યારબાદ બાળકોઍ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. શાળાના આચાર્ય કેતન પટેલ દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો અને દરેક મહેમાનોનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યુંહતું. ધોરણ - ૧૦ અને ૧૨ ના બાળકોઍ ભાવુકતાથી પોતાના પ્રતિભાવો આપ્યા. બાદ ધો. ૧૦ અને ૧૨સ્ન્ણૂજ્ઞ્ ના વર્ગશિક્ષકોઍ પણ પ્રતિભાવો આપ્યા હતા.       કાર્યક્રમના મુખ્ય વક્તા ઍવા  દિનેશભાઈ પટેલ સાહેબે ધોરણ - ૧૦ અને ૧૨ સ્ન્ણૂજ્ઞ્ ના બાળકોને વિસ્તાર પૂર્વક પરીક્ષામાં શું કાળજી રાખવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન મોરારભાઈ પટેલ દ્વારા દરેક બાળકોને શુભકામના પાઠવવામાં આવી. ટ્રસ્ટી મંડળના મંત્રી જયેશભાઈ દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્ય કેતન પટેલ દ્વારા બાળકોને આશીર્વચન અપાયા બાદ આભારવિધિ પૂર્ણ કરી રાષ્ટ્રગીત ગવાયું અને કાર્યક્રમ પૂર્ણ થયો હતો.