Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

મોતીવાડા રિદ્ધિ વિનાયક મંડળે મેળામાં ભકતોને શુદ્ધ પાણીની સેવા પુરી પાડી

મોતીવાડા રિદ્ધિ વિનાયક મંડળે મેળામાં ભકતોને શુદ્ધ પાણીની સેવા પુરી પાડી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકાના પલસાણા ગામમાં યોજાયેલ ઐતિહાસિક પ્રાચીન ગંગાજીના મેળામાં રિદ્ધિ વિનાયક મંડળ મોતીવાડા દ્વારા સતત ત્રણ દિવસ સુધી ફિલ્ટર પીવાનો પાણી મેળામાં આવનારા ભક્ત ભાઈ બહેનોને મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. આ પ્રસંગે ખાસ જાણવા જેવી બાબત આ છે કે મેળામાં પીવાનું પાણી ગામની સેવાભાવી મહિલાઓઍ વિતરણ કર્યું હતું. વિશાળ સંખ્યામાં મહિલાઓ પોતાના ઘરેથી દરરોજ પાણી વિતરણ કરવા માટે મેળામાં આવ્યા હતા અને અસંખ્ય લોકોને પીવાનું પાણી મહિલાઓઍ પીવડાવ્યું હતું. તરસેલા લોકોને પાણી પીવડાવતા લોકોને રાહત મળી હતી અને લોકોઍ આભાર વ્યક્ત કર્યો હતો.