Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ખારવેલમાં આખલાઅોની લડાઈથી ટ્રાફિક જામ

ખારવેલમાં આખલાઅોની લડાઈથી ટ્રાફિક જામ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૬ ઃ ધરમપુર-વલસાડ મુખ્ય માર્ગ પર ખારવેલ બી આર ઇન્ટરનેશનલ સ્કુલ સામે બે આખલાઓ સામસામે આવી જોરદાર લડાઈ કરતાં આશરે ૩૦ મિનિટથી વધુ સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આખલાઓ માર્ગ વચ્ચે લડતા હોવાથી બંને સાઇડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

છેવટે આખલાઓની લડાઈ પૂર્ણ થતાં ટ્રાફિક ફરી હળવો બન્યો અને વાહનવ્યવહાર સામાન્ય થયો હતો.