Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ફણસવાડામાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર વૃક્ષો કાપતા કલેકટરમાં રાવ

ફણસવાડામાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર વૃક્ષો કાપતા કલેકટરમાં રાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ ના ફણસવાડા ગામ પંચાયત દ્વારા  કોઈપણ મંજૂરી વગર શીડપડતર જગ્યા માંથી ઝાડ કાપી લાકડા ચોરી થતું હોવાનું સામે આવતા સ્થાનિકો ઍ કામ અટકાવ્યા  બાદ વલસાડ કલેકટર ને  લેખિત રજુઆત કરી તપાસ ની માંગ કરી છે.  વલસાડ તાલુકાના ફણસવાડા ગ્રામ પંચાયતના સભ્યો  કાતુંભાઈ પટેલ સભ્ય, દિનેશ ભાઈ પટેલ,  શિરીષ પટેલ સ્થાનિક રહીશે. 

 જણાવ્યું કે  ફણસવાડા  ગ્રામપંચાયત માં કોઈપણ ઠરાવ કે સ્થાનિકો ને જાણ કર્યા વગર આ ઝાડ કાપવામાં આવ્યા  છે.  સ્થાનિકોઍ  જણાવ્યું કે સરપંચ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અરજીના કામે આ ઝાડો કાપવામાં આવી રહ્ના છે. પરંતુ કોઈ પણ પ્રકારની ગ્રામ પંચાયતના સભ્યો કે ગ્રામજનોને આ બાબતની જાણ ન થતા ભ્રષ્ટાચાર થઈ રહ્નાં હોય તેવા આક્ષેપો ગ્રામજનોઍ લગાવ્યા છે.

આદિવાસી સરપંચ ને પણ જબરજસ્તી રાજીનામુ મુકાવી ૧૦ મહિના થી ઈન્ચાર્જ સરપંચ પંચાયત ચલાવે છે.

ફણસવાડા ગામ પંચાયત દ્વારા કોઈપણ મંજૂરી વગર શીડપડતર જગ્યા માંથી ઝાડ કાપી લાકડા ચોરી થતું હોવાનું સામે આવતા સ્થાનિકો ઍ કામ અટકાવ્યા બાદ વલસાડ કલેકટર ને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી છે.