Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

કલવાડામાં આદિવાસી ઍકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

કલવાડામાં આદિવાસી ઍકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડના તલવાડા ગામે કલવાડા તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ પાંચ ગામોની આદિવાસી ઍકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વલસાડ તાલુકાના કલવાડા ગામ કલવાડા તાલુકા પંચાયત સીટ માં સમાવિષ્ટ ૫ ગામોની આદિવાસી ઍકતા ક્રિકેટ ટુર્નામેન્ટ નો રંગેચંગે પ્રારંભ કરાયો હતો. જેમાં વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ મીના બેન ઠાકોર સાથે જયેશ ભાઈ પટેલ યુ.સુ ઍ.વલસાડ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ રૂપેશ ભાઈપટેલ,  મહિલા મોરચા પ્રમુખ પ્રવિણા બેન પટેલ,  વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ તેજસ ભાઈ પટેલ,  મહામંત્રી સ્નેહલભાઈ કલવાડા સરપંચ વિપિન ભાઈ રાઠોડ,  આજુબાજુ ગામના તમામ સરપંચ  ઓ અને આગેવાન કાર્યકર્તા ઓ હાજર રહી આદિવાસી ક્રિકેટરો ને પ્રોત્સાહન આપ્યું હતું. તે બાદ ધરમપુર વિધાનસભા ના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ  અરવિંદ ભાઈ પટેલ ઍ પણ વિશેષ હાજરી આપી યુવાનોના આયોજન ને બિરદાવ્યું હતું.