Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની સંસ્કાર વિદ્યાપીઠમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાયો

વાપીની સંસ્કાર વિદ્યાપીઠમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૬ ઃ મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાઍ, શનિવારે વાપી ના છરવાડામાં મંજુ દયામા સ્મારક સંસ્કાર વિદ્યાપીઠમાં શિવરાત્રી મહોત્સવ યોજાયો હતો. શિવ, પાર્વતી, ભગવાન ગણેશ, કાર્તિકેય અને નારદ મુનિના વેશમાં સજ્જ બાળકોઍ ગણેશ-કાર્તિકેયની શાણપણ કસોટી નાટકની સુંદર રજૂઆતથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓઍ ભગવાન શિવના સ્તોત્રો પર નૃત્ય રજૂ કર્યું હતું અને માટીના શિવલિંગ પર પાણી રેડ્યું હતું, સાર્વત્રિક સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને ભગવાન પાસેથી આશીર્વાદ માંગ્યા હતા. શાળાના આચાર્ય સંધ્યા પાત્રાઍ જીવનમાં ભગવાન શિવના આદર્શોનું અનુકરણ કરવાનું મહત્વ શીખવ્યું હતું.