Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

આહવા–વઘઈ માર્ગ પર બાઈક પાડા સાથે અથડાતા અકસ્માત

આહવા–વઘઈ માર્ગ પર બાઈક પાડા સાથે અથડાતા અકસ્માત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૧૫ ઃ આહવા તાલુકાના મુલચોંડ ગામના રહેવાસી રવિન્દ્રભાઈ શરદભાઈ ગાવિત (ઉંમર વર્ષ ૨૫) પોતાની બાઈક (નંબર ઞ્થ્ ૧૫ ખ્ન્ ૩૨૫૦) લઈને પસાર થઈ રહ્ના હતા. તે સમયે ઘોઘલી બસ સ્ટોપ નજીક અંધારામાં રસ્તાની વચ્ચે અચાનક ઍક પાડો આવી ચઢ્યો હતો. બાઈક પાડા સાથે જોરદાર રીતે અથડાતા થયેલા આ અકસ્માતમાં પાડાને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સવાર રવિન્દ્રભાઈને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.