Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

બારતાડ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના ધો. ૧૦ના વિદ્યાર્થીઅોને વિદાયમાન

બારતાડ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના ધો. ૧૦ના વિદ્યાર્થીઅોને વિદાયમાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ શ્રી ગ્રામ સેવા મંડળ વાંસદા સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના વિદ્યાર્થી શાળાનો અભ્યાસ પૂર્ણ કરી દસમા ધોરણની પરીક્ષા આપી પોતાના વતનમાં જતા હોય ઍમને વિદાય આપવાનો કાર્યક્રમ ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં રાખવામાં આવ્યો હતો ઍ પ્રસંગે મંડળના પ્રમુખ રામભાઈ પટેલ સંસ્થાના સંસ્થાપક ટ્રસ્ટી વડીલ વન પંડિત અનુપસિંહ દાદા ઉપ-પ્રમુખ રાકેશભાઈ ચૌધરી મંત્રી પ્રકાશભાઈ ગામીત સભ્ય કિશોરભાઈ ચૌધરી સરપંચ વેલજીભાઈ ઉપસરપંચ શૈલેષભાઈ તાલુકા પંચાયત સભ્ય જગુભાઈ પટેલ શાળાના આચાર્ય અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્ના હતા.

ઉપસ્થિત દરેક વિદાય લેતા દસમા ધોરણના વિદ્યાર્થીઓ ખૂબ જ સારા ટકા સાથે પાસ થઈ ઉજવળ કારકિર્દી બનાવવા માટે શુભેચ્છા આપી હતી. વિદાય લેતા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ દરમિયાનના સુખદ પ્રસંગો યાદ કરી ભવિષ્યમાં સંસ્થાનો ઋણ અદા કરવાની ભાવના દર્શાવી હતી સંસ્થા તરફથી વિદ્યાર્થીને પરીક્ષામાં ઉપયોગી ઍવી સ્ટેશનરી ભેટ આપવામાં આવી હતી સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય હિરેનભાઈ ટંડેલ ઍ કર્યું હતું. કાર્યક્રમનો સંચાલન શિક્ષિકા અમિતાભને કર્યું હતું તથા આભાર વિધિ મેઘનાબેન ગામીતે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના ક્લાર્ક યોગેશભાઈ ચૌધરી અને સ્ટાપે ભારે જહેમત ઉઠાવી હતી.