Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ નૃત્ય સ્પર્ધામાં ઝળકયા

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ નૃત્ય સ્પર્ધામાં ઝળકયા


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૩ ઃ  ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રીમતિ.શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના  વિદ્યાર્થીઓ ફેલોશીપ મિશન શાળા, વાપી ખાતે આયોજિત ઁસ્વિન્ગ ઍન્ડ સ્વિર્લ ઈન્ટર શાળા નૃત્ય સ્પર્ધાઁ માં ભાગ લઈ દ્વિતીય સ્થાન મેળવ્યું જ્યારે જુનિયર ડાન્સ ટીમે પણ આજ સ્પર્ધામાં ભાગ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

વધુમાં આજ ટીમે ઉમરગામ ખાતે ૨૬,મી જાન્યુઆરીના ગુજરાત સરકાર દ્વારા આયોજિત ૭૭ મો, પ્રજાસત્તાક દિવસે ૧૧ જેટલી શાળાઓઍ નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યાં તૃતીય સ્થાન પ્રા કરી રોકડ ઇનામ બક્ષિસ રૂપે લઈ શાળાનું ગૌરવ વધાર્યું છે.   

આમ,વિદ્યાર્થીનીઓના પોતાનો ઉત્સાહ,ધગશ,અથાગ પરિશ્રમ થકી અને શાળાના નૃત્ય વિભાગના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં સખત પરિશ્રમ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીયસ્થાન લાવી.આ વિદ્યાર્થીનીઓઍ શાળાનું તથા ગજેરા સંસ્થાનું નામ રોશન કરતા ગૌરવ સહિત ખુશીની લાગણી શાળા પરિસરમાં પ્રસરી હતી. આ વિદ્યાર્થીનીઓ સ્પર્ધામાં દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રા કરવા બદલ ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ વસંતભાઈ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવાર અને લક્ષ્મી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.