Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ઉમરગામ તા.પં.નું બજેટ મંજુર

ઉમરગામ તા.પં.નું બજેટ મંજુર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ શુક્રવારે બપોરે ૧૨ કલાકે પ્રમુખ લલીતાબેનની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬ - ૨૭ નું બજેટ રજૂ કરાયું હતું. ખાસ સામાના સભાની શરૂઆતમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ બજેટ અંગે ઉપસ્થિત સભ્યોને આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં વર્ષ ૨૦૨૬- ૨૭ ની અંદાજિત આવક રૂ. ૧૮,૯૦,૨૧૬,૧૪૭ દર્શાવાયી છે. જ્યારે અંદાજિત ખર્ચ રૂ. ૧,૧૩,૧૭,૦૫,૦૦૦ દર્શાવાયો છે. બજેટમાં રૂપિયા ૭૫,૮૫,૧૧,૧૪૭ નો ઉલ્લેખ કરાયો છે. ઉમરગામ તાલુકા પંચાયતના વર્તમાન હોદ્દેદારોના કાર્યકાળના અંતિમ તબક્કામાં રજૂ કરાયેલ વિકાસલક્ષી પુરાતવાળા બજેટને બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોઍ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.