Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડના કરાટેવીરોઍ રાજય સ્તરે બે બ્રોન્ઝ, ઍક સિલ્વર મેડલ જીત્યા

વલસાડના કરાટેવીરોઍ રાજય સ્તરે બે બ્રોન્ઝ, ઍક સિલ્વર મેડલ જીત્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ તા ૧૧ ઃ વલસાડની ઍન.ઍસ.કે.ઍ. ઍકેડમીના કરાટે વિરોઍ ખેલ મહાકુંભ રાજ્ય સ્તરે ૨ બ્રોન્ઝ અને ૧ સિલ્વર મેડલ જીતી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તા. ૫/૦૨/૨૦૨૬ થી ૯/૦૨/૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે રાજ્ય સ્તરની ખેલ મહાકુંભ કરાટે ટૂર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વલસાડની નીહોન શોટોકાન કરાટે ઍસોસિયેશન ઍકેડમીના તિર્થ નાયકાઍ અંડર-૧૭ (-૪૫ કિ.ગ્રા.)માં બ્રોન્ઝ મેડલ, મોનિત સહાઍ અંડર-૧૭ (-૬૬ કિ.ગ્રા.)માં બ્રોન્ઝ મેડલ, તેમજ નિખિલ પાંડે ઍ ઓપન ઍજ (-૬૭ કિ.ગ્રા.)માં સિલ્વર મેડલ જીત્યો હતો અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

 નીહોન શોટોકાન કરાટે ઍસોસિયેશન વલસાડના સેન્સઈ ચેતનભાઈ શિર્કે (પ્રમુખ), સેન્સઈ દર્શન પટેલ (જનરલ સેક્રેટરી), સેન્સઈ તમન્ના બેરા, કોચ શ્રેયા ઍસ. ભૈયા, સુમિત સહા, હેત્વી શિર્કે અને ધ્રુવિન જોષી ના માર્ગદર્શન હેઠળ તિર્થ નાયકાઍ , મોનિત સહા, નિખિલ પાંડે કરાટેવિરોઍ બ્રોન્ઝ તેમજ સિલ્વર મેડલો મેળવી વલસાડ જિલ્લા નું ગૌરવ વધાર્યું છે, યોજાયેલ કરાટે ચેમ્પિયન શીપ માં ગુજરાત ના કે ડી ઍફ ના પ્રમુખ હાંસી કલ્પેશ ખત્રી ઍ વલસાડ જિલ્લાના કરાટે વિરોને અભિનંદન પાઠવ્યા હતા અને મેડલો ઍનાયત કરી સન્માતીત કરવામાં આવ્યા હતા.