Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

હાલરમાં ભવાની માતાજીનો પાટોત્સવ ઉજવાયો

હાલરમાં ભવાની માતાજીનો પાટોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ  વલસાડ ના હાલર ગામ ખાતે શ્રી જય ભવાની યુવક મંડળ દ્વારા ભવાની માતાજીનો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ મંદિર નો ૧૫ મો પાટોત્સવ છે પાવન અવસરે શાંતિ હોમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોઍ હાજરી આપી પૂજા-અર્ચના કરી હતી.

પાટોત્સવ નિમિત્તે વિશેષ મહા-સાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ઉમટેલા ભક્તોઍ -સાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ છવાયો હતો.

આ સાથે ડાયરો અને ભજન કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારો દ્વારા ભક્તિમય રચનાઓ રજૂ થતાં હાજર ભક્તો ભાવવિભોર બન્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોની હાજરી વચ્ચે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.