Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ઢોલ ડુંગરીમાં વીજ કરંટ યુવાનનું મોત

ઢોલ ડુંગરીમાં વીજ કરંટ યુવાનનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

ધરમપુર, તા. ૧૦ ઃ ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે વીજ કરંટ લાગતા ૨૫ વર્ષીય યુવાનનું દુઃખદ અવસાન થતા શોક ની લાગણી ફરી વળી હતીમૃતક ભાવેશભાઈ વજીરભાઈ પટેલ સવારે પોતાના ઘર આંગણે કપડાં સુકવતા હતા ત્યારે નજીકથી પસાર થતા કતરાયેલા વીજ વાયરનો સંપર્ક થતા તેમને અચાનક કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં ઢળી પડેલા ભાવેશભાઈને પરિવારજનો દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી હતી, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડી બાદમાં પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. યુવાનના અચાનક અવસાનથી ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ જવા પામી હતી.